STORYMIRROR

kusum kundaria

Classics Inspirational

4  

kusum kundaria

Classics Inspirational

નદી

નદી

1 min
499

ક્યારેક શાંત તો ક્યારેક ઉછળતી કૂદતી વહે છે નદી.

કેટલી અડચણો હસતા-હસતા હર પળ સહે છે નદી.


એના મીઠાં નીરથી જીવે છે સમગ્ર જીવ સૃષ્ટિ જોને,

લોકમાતા કહેવાતી એ,સૌના હૈયામાં વસે છે નદી.


નિજ સ્થાન છોડીને આગળ વધતી રહે છે સદા.

સાંભળો ધ્યાનથી તમે તો કંઈક સંદેશ કહે છે નદી.


ડુંગર પરથી પછડાતી-અથડાતી જાણે સ્વર્ગ સુંદરી.

મંજીલ એની પામવા કેટકેટલા સંકટો સહે છે નદી.


માતા કહીને ગંદકીથી એને કરીએ મલીન છતા.

લોકોની ભૂલને માફ કરીને સૌને નીર ધરે છે નદી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics