નારી.
નારી.




રખેને બ્રહ્માએ કર્યું હશે કૈંક વિચારી વિચારી.
શ્રેષ્ઠ સર્જન એનું શક્ય છે હશે કદાચ નારી.
સહનશીલતાની પ્રતિમા ધીરજ હોય ભારી,
કોમળતાને કઠોરતા સાથે દીધી છે શણગારી.
સેવા જેની અનુપમ કુટુંબ સર્વસ્વ લેતી ધારી,
આરામ શબ્દકોશે ન હોય એવી ફરજ તારી.
પતિ, સંતાનો, શ્વસુરગૃહ અતિથિ આવકારી,
ચિંતા પરિવારની કરતી કુરબાની જેની ન્યારી.
સમર્પણ એનું સૌથી સવાયું સાથે સમજદારી,
તોય કરુણતા કેટલી થાય અપજશ અધિકારી.