STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

નારી વિના ઘરની શોભા કોણ?

નારી વિના ઘરની શોભા કોણ?

1 min
236

નારી થકી સૃષ્ટિના સર્જન,

નારી થકી બાળકના અર્જન,

નારી વિના ઘરની શોભા કોણ ?


નારી ઘર બનાવે મંદિર,

ગંદકી દૂર કરી બનાવે સુંદર,

નારી વિના ઘરની શોભા કોણ ?

ઝઘડાને વિખવાદ કરે દૂર,

એકતાનું લાવે મહાપુર,

નારી વિના ઘરની શોભા કોણ ?


પરિવારની લઈ સંભાળ,

રાખે મને એ વિશાળ,

નારી વિના ઘરની શોભા કોણ ?


નાનાં મોટાં સૌને સમાન,

ઘરમાં જાળવે સૌના સમ્માન,

નારી વિના ઘરની શોભા કોણ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational