STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

નારી જીવન જીવવું

નારી જીવન જીવવું

1 min
544

નારી તણું જીવન કાંટાના માર્ગથી ભરેલું

છતાં કેમ લાગે લોકોને ખૂબ ખૂબ સહેલું,


ઘરથી માંડીને બહાર વ્યવસાય માટે દોડવું

એમાંથી સમય કાઢી પરિવાર સંગ જીવવું,


બાળક ઉછેર કાજે પોતાની જાતને પણ ભૂલવું

તેમ છતાં સૌ સંગાથ હસતાં હસતાં જ રહેવું,


સાસુ ને સસરાની સેવામાં જાતને પરોવવું

પતિના સાથ પહેલા જ સદા હાજર રહેવું,


બાળક સંગ બાળક બનીને રમતા શીખવું

મા તણી ફરજો સાથે સંસ્કાર સિંચન કરવું,


એમ જ નથી ત્યાગની મૂર્તિ કોઈએ કહ્યું

આખું જીવતર અન્યના હિત કાજે જ જીવ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational