STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational

4  

Aniruddhsinh Zala

Inspirational

નારી જગતની શ્રેષ્ઠ ચિત્રકાર

નારી જગતની શ્રેષ્ઠ ચિત્રકાર

1 min
372

નાજુક નમણી નાર આ જગમા છે મહાન ચિત્રકાર, 

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર. 


સહનશીલતા સાથે ધૈર્યની નારી મુરત સમાન, 

દીકરી બની શોભાવે આંગણું, રંગોળી પુરે ભીતર સદાય,

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


સાસરે જઈને સજાવે સસુરાલ, સુખ દુઃખ સઘળા સહન કરી,

પતિને પરમેશ્વર માની એ ચિત્ર સજાવે હ્નદય ભીતરે સદાય,

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


મા બનીને વરસાવે વ્હાલ, જગમાં વરસાવે હેત અમૃત સમાન.

મા બનતા જ઼ નારી કહેવાય, સૃષ્ટિ કેરી સાચી સર્જનહાર,

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


નાજુક નમણી નાર આ જગમા છે મહાન ચિત્રકાર 

ખુશીના રંગો પુરે જીવનમાં સ્નેહથી, નારી મહાન ચિત્રકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational