STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

નારી એમ, પરતંત્ર નથી

નારી એમ, પરતંત્ર નથી

1 min
217


એક આઝાદ નારી છું, 

હું પરતંત્ર નથી,

મારાં નિર્ણય પ્રમાણે, 

ચાલવાને અસમર્થ નથી !


લઉં છું નિર્ણયો, 

ઘરસુકાન સંભાળવાને સદા,

ન માનશો કે, હું કદી,

કાબિલે તારીફ નથી !


છું શક્તિનો અવતાર

 ‘ને, સહનશીલતાની મુર્તી,

ગણો ભલે, અબળા પણ, 

હિંમત મારી, કમ નથી !


ન મૂલવતાં મને કદી, 

મારા શારીરિક દેખાવથી,

છું ભલે, ગુલાબ પણ, 

કાંટા મારાં, કમ નથી !


દુધપીતી કરતાં સમાજમાં, 

જન્મ બાળકી તણો,

ન ભૂલશો કદીયે, જન્મદાત્રી, 

કોઈ ઈશ્વરથી, કમ નથી,


બંધ મુઠ્ઠીમાં ભરીને,

આભ લાવે છે સદા,

દિકરી, છે એ,

પારકી થાપણ નથી !


“ચાહત”ની મુરત સમી, 

નારી એમ, પરતંત્ર નથી,

ના માનશો, કમજોર એને,

જગતજનની, નારાયણથી કમ નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational