STORYMIRROR

Prachi Joshi

Children

3  

Prachi Joshi

Children

નાનકડી ઈચ્છા

નાનકડી ઈચ્છા

1 min
305

ઈચ્છાઓ ઘણીએ હોય છે બધાને,

મને પણ છે ઈચ્છાઓ અઢળક,


પણ આજે વ્યક્ત કરવી છે

એક નાનકડી ઈચ્છા,


હું જાણું છું સપનાઓની ઉડાન મોટી હોય છે,

પણ ઓચિંતા મસ્તિષ્કમાં ઊંડે ઉતરી છે,


બાળક બની જવાની ઈચ્છા..

હા એક નાનકડી ઈચ્છા..


છું હું વયસ્ક સ્ત્રી આ ઘડી

ઈચ્છુ છું માતા પિતાનો વ્હાલ અને તેમની છાયા,


પળવાર માતાના વ્હાલસોયા ખોળાને શોધું છું

પળવાર પિતાનો હાથ માથે શોધું છું,


કે જીવી લેવું છે બાળપણ પાછું આ ક્ષણમાં

બસ એક આટલી જ નાનકડી ઈચ્છા.


Rate this content
Log in

Similar gujarati poem from Children