STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

3  

ચૈતન્ય જોષી

Tragedy

ના મળે

ના મળે

1 min
393

લાખો શોધો પણ બાપુ જેવા વિચાર ના મળે.

લાખો શોધો પણ બાપુ જેવા આચાર ના મળે.


ફોટો રાખે ગાંધીજીનો તોય વિચારો છે પાંગળા,

લાખો શોધો પણ બાપુ જેવા આધાર ના મળે. 


સત્ય, અહિંસા ભાષણમાં કેવળ શોભનારાં,

લાખો શોધો પણ બાપુ જેવા ઉદાર ના મળે.


વિદેશી વર્તને વટલાયાં સ્વદેશી ભૂલી જઈને,

લાખો શોધો પણ બાપુ જેવા સદાચાર ના મળે.


વ્રત અગિયારની વાત પડી ગઈ આજે વિસારે,

લાખો શોધો પણ બાપુ જેવા અણસાર ના મળે. 


'વાહવાહી' માં અટવાતા પોતાનું જ વિચારનારા,

લાખો શોધો પણ બાપુ જેવા અવતાર ના મળે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy