Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational Others

4  

Pravin Mehta

Inspirational Others

ના કર

ના કર

1 min
22


જ્યાં ત્યાં જઈ કોઈની ખટપટ ના કર,

મૂછે વળ દઈને તું ખોટો વટબટ ના કર,


તું સંબંધો જાળવી રાખ રકઝક ના કર,

જરૂરથી વધુ બોલીને તું બકબક ના કર,


કોઈનો વિરોધ કરીને તું વેરઝેર ના કર,

કોઈપણના ઘરની વાતો ઠેરઠેર ના કર,


કોઈનાં કામ કરી પ્રચાર ઘેરઘેર ના કર,

તું ઘડીએ ઘડીએ આમ ફરફર ના કર,


પાનખરનાં પર્ણની જેમ ખરખર ના કર,

ખાદ્ય વસ્તુમાં ખોટી તું ભેળસેળ ના કર,


ઉપરથી જ લોકો સાથે મનમેળ ના કર,

કોઈની નબળી નસને ખોળખોળ ના કર,


સીધી વાત કર આમ ગોળગોળ ના કર,

કોઈ લોકોની પર તું ખોટી ટકટક ના કર,


નજીવી બાબતમાં આમ રકઝક ના કર,

ખોટા મગજને બગાડી લપલપ ના કર,


સ્વાર્થ ખાતર ઈશ્વરનું તપબપ ના કર,

કોઈનાં શબ્દ ચોરી તું લખલખ ના કર,


ઉતાવળથી કામ બગડે ઝટપટ ના કર,

પ્રભુ આપે સંતોષ માન ઘટઘટ ના કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational