ન થજે
ન થજે
થજે આ જગતમાં રૂદય સમ્રાટ પણ
મન શાસક ન થજે.
થજે મલમ પર પીડાનો પણ
કદી પીડાનું કારણ ન થજે.
જીવન અલભ્ય સંસાર ફલકમાં
કદી મૃત્યુનું કારણ ન થજે.
જગતમાં નિઃસ્વાર્થ સ્નેહે શુન્ય પણ
સોહામણા સ્વાર્થનો ધોધ ન થજે.
સંસાર ઝૂરે માનવતા પણ
કદી દુઃખનું કારણ ન થજે.
વસે વેદના હર રૂદય મહિ પણ
તું લાગણી શુન્ય ન થજે.
મળે શું મળે તેના સરવાળા કરતા પણ
કદી શું ધર્યુ તેના હિસાબ રાખજે.
જીવન ફલક મોહ વિકટ ત્યાં પણ
કદી પરમ સત્વનું ધ્યાન રાખજે.
