My Diary Day 5 - ૨૯ માર્ચ ૨૦૨૦
My Diary Day 5 - ૨૯ માર્ચ ૨૦૨૦


પ્રિય ડાયરી,
પાંચમો દિવસ ઊગ્યો ને થયું,
આજે તો કરીએ મજાનો આરામ,
પણ દિવસ આજનો નવી ઊર્જા,
નવો ઉમંગ ભરી આવ્યો હતો આંગણે,
આજે તો મન ભરીને સૌએ,
ગામડાની નાનપણની વાતોની,
રસધાર વહાવી જાણે ખલેલ વગર,
સતત ન જાણેલી વાત જાણવાની,
ખજાનો ખુલ્યો છે આજે એ સમયનો,
જે રોજબરોજ નતો ખૂલવાનો,
પ્રેરણાદાયી વિડિયો જોતા કંઇક,
પ્રેરણા મળી એ રસ્તે ચાલવાની,
આજ તો રવિવાર પણ નવો,
જૂના રવિવાર ને ભૂલાવતો,
અજાણી વાતોનું પેટ ભરતો,
પાંચમો દિવસ પૂરો થયો જાણે મળ્યો ખજાનો.