મૂંઝવણ અને શંકા
મૂંઝવણ અને શંકા


મૂંઝવણ અને શંકા લાવે છે બહુ જ વ્યથા
મૂંઝવણ અને શંકા લાવે છે બહુ જ વ્યથા,
ડગલે ને પગલે સતાવે છે, ડગમગાવેે છે મારી ક્ષમતા,
મારી હોશ મારી ઉમંગ ને જાણે ઉડાવી દે છે
'થશે' અને 'નહીં થાય' ની બારીઓ બતાવી મારી કોશિશોને દબાવી દે છે,
લોકો શું કહેશે? નામનો મોટો પ્રશ્ન મૂકી આ બંને બલાઓ મને ડરાવે છે...
હું કરવા ઈચ્છું છું કર્મ, પણ શંકા લાવે છે નિષ્ફળતાનો બ્રહ્મ,
કંઈક નવું કરવાની ચાહને ઘેરી લે છે આ મૂંઝવણ..
જો કરી શકું હું મૂંઝવણ અને શંકાઓને દૂર
તો રચી શકું હું મારું નવું અદ્યતન સ્વરૂપ...!