"મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો".
"મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો".
મુઠ્ઠી ઉંચેરા માનવી થાવું મારે તો,
બુરાઈનો બદલો પણ ભલાઈથી આપવો મારે.
મુઠ્ઠી ઉંચેરા માનવી થવું મારે તો...
નથી રાખવી દુશ્મનાવટ મને,
ભૂલી અપમાન દોસ્ત બનાવવા સૌને.
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો...
કોઈ કરે વિશ્વાસઘાત તોયે,
તકલીફમાં મદદગાર બનવું મારે તો,
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો...
સત્યની રાહ પર તકલીફ ઘણી,
તોયે સત્યની રાહ પર ચાલવું મારે તો.
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો...
છોડી સ્વાર્થ બનવું મારે પરમાર્થ,
લોકોનું કલ્યાણ કરવું મારે તો.
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો...
સાચા અર્થમાં માનવ બની જીવવું મારે તો.
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો,
નાવિક બની કોઈની જીવન નૈયાના,
ભવસાગરને પાર કરવો મારે તો.
મુઠ્ઠી ઉંચેરા માનવી બનવું મારે તો...