STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

મુસાફર

મુસાફર

1 min
241

મુસીબતોથી ના હાર મુસાફર,

હિંમતથી તું વિચાર મુસાફર,


ઘણા છે હમરાહી તારા જેવા,

અડચણોને પડકાર મુસાફર,


વિટંબણાઓ તો રહેવાની જ,

એમાંથી માર્ગ કંડાર મુસાફર,


હરપળ હરિ હારે જ રહેશે,

તું છો મનુજ અવતાર મુસાફર,


ડગલે ડગલે દૈવત જગાવજે,

વિજયને તું જ વરનાર મુસાફર,


ધીરજ, સાહસ હાથવગાં રાખ,

પછી સફળતા આવકાર મુસાફર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational