મથુરા ને કાશી
મથુરા ને કાશી
અહીંજ મથુરાને કાશી રે..
ન હોય મનમાં મેલ તો અહીંજ મથુરાને કાશી રે..
માળાના મણકામાં નહિ મળે તને અવિનાશી રે..
અર્જુન સમ સખા હોય ત્યાં કૃૃષ્ણ બને સારથી.
ધર ગાંડીવ હાથ પછી થા માધવ તણો અભિલાષી રે..
સમત્વ ધારણ કરીને જીવન રાહ પર ચાલજે,
માનવતાનો ધર્મ નિભાવ, ભલે ન થા તું સંન્યાસી રે,.
શાંતિ સ્થાપવા વાદ-વિવાદને પહેલાં ટાળજે.
જરૂર વગર ન બોલવું, બની જા તું મિતભાષી રે..
કર્મયોગ થકી ધન-દોલતને પ્રતિષ્ઠા મળશે.
ગ્રહોને દોષ ન આપજે, ન જોવડાવ કદી રાશી રે..
