ચૈતન્ય જોષી

Tragedy Inspirational

4  

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

મોકલો

મોકલો

1 min
1.0K


ના સમદરની અભિલાષા સરિતા મોકલો,

ના ધનધાન્ય કે સન્માનની કવિતા મોકલો,


ઊભો છું બારણે રાહ જોઈને હું એકલો,

એકાદ બે માનવીને મને મલકતા મોકલો.


આશાવાદની ઇમારત ચણી રહ્યો છું હવે,

કોઈ સ્નેહીઓ નિરાશાને વિદારતા મોકલો.


સાવ ગયો છું નિષ્ફળ લોકોની નજરમાં, 

હોય કોઈ આપ્તજન તો સમજતા મોકલો.


આપણે સાથે મળી માનવતા મહેકાવીએ,

શિશુ સમી નિખાલસ કોઈ સરળતા મોકલો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy