STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

મનુષ્યલોકમાં રે...!

મનુષ્યલોકમાં રે...!

1 min
26.3K


નથી કોઈ માનવ હારોહાર મનુષ્યલોકમાં રે.

હરિના લાખલાખ ઉપકાર મનુષ્યલોકમાં રે.


અવતાર માનવનો જેણે દીધો,

અનુગ્રહ કેવો પ્રભુએ કીધો.

કરુણા કરી એવી કિરતાર... મનુષ્યલોકમાં રે.


સૌથી સવાઈ બુદ્ધિને વાચા,

મારા હરિવર કેવા સાચા.

આવે સદા સદવિચાર... મનુષ્યલોકમાં રે.


હરિનું હેત અપરંપાર,

ના જુએ દોષ અમારા લગાર.

રહેવા દીધાં વળી ઘરબાર... મનુષ્યલોકમાં રે.


ભૂલી ભજનને ભરમાયો,

ખોટું કરતાં ના શરમાયો.

સ્વાર્થમાં રચ્યો રહે લગાતાર...

મનુષ્યલોકમાં રે.


મમતામયી હરિવરને ભજતાં,

લખચોરાસી ફેરાઓ ટળતા 

એના શરણે જાતાં સાર... મનુષ્યલોકમાં રે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics