STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

મને મળી છે મિત્રતા

મને મળી છે મિત્રતા

1 min
406

મને મળી છે મિત્રતા એક પુસ્તક તણી

મને જીવનમાં મળી જ્ઞાનગોષિ્ઠ ઘણી

મને મળી છે મિત્રતા....!


જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવવા

મળ્યા મને પુસ્તકાલયના પુસ્તક ઘણા

મને મળી છે મિત્રતા...!


વાનગી, મહેંદી અને વાર્તાની વાત

જાણવા મળી મને પુસ્તક સંગાથ

મને મળી છે મિત્રતા...!


જીવનમાં મળ્યુ ઉપયોગી ભાથું

જ્યારે ખોલ્યું મેં પુસ્તકનું પાનું

મને મળી છે મિત્રતા...!


મોબાઇલ, ટીવી અને નેટથી દૂર

પુસ્તકની દુનિયામાં જિંદગી છે સુંદર

 મને મળી છે મિત્રતા...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational