STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

મને મૈયર વ્હાલું

મને મૈયર વ્હાલું

1 min
347

મને મૈયર લાગે વ્હાલું વ્હાલું

મારું મૈયર છે સવા લાખનું,


મા મારી તો મને હેત કરે

મારી માટે જાણે પોતાની જાત ભૂલે,

મને મૈયર વ્હાલું...


પિતાજી મારા દુનિયા બતાવે

મારા ખાતર એ ભૂખ ટાઢ વેઠે,

મને મૈયર વ્હાલું...


ભાઈ મારો રોજ મસ્તી મજાકમાં

મારાથી દૂર રહે નહીં એક પળ,

મને મૈયર વ્હાલું...


બહેન મારી ઉદાર હૃદયની

મા જેટલો રાખે એ ખ્યાલ

મને મૈયર વ્હાલું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational