STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મન

મન

1 min
214

મન સાથે ઝઘડો કદી કરાય નહિ.

કારણ વગર એને સતાવાય નહિ.


છે એ આપણું ભવોભવનું સાથી,

દબાણ એના પર કદી લાવાય નહિ.


મોક્ષ કે બંધન છે એના હાથમાંને,

સમજીને એની સાથે બગાડાય નહિ.


રોકવાથી તો એ વધુને વધુ ભટકે, 

તાલમેલનું ધોરણ કદી ભૂલાય નહિ.


છે અદ્ભુત શક્તિ એમાં વિચારજો, 

એના સાથ વગર લક્ષ્ય સધાય નહીં. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational