મન પણ કૂવા જેવું
મન પણ કૂવા જેવું
રહસ્યમય કૂવા જેવું છે માનવીનું મન,
કેટલાય રહસ્યો છૂપાવીને બેઠો છે ભીતર,
મનના કૂવે ભરાય વિચારોની સભા,
ક્યારેક ગઝલ તો ક્યારેક કવિતા બની,
કાગળ પર ચીતરાય આ વિચારોની સભા,
ક્યારેક આત્મા અને પરમાત્માની ચર્ચા થાય,
ક્યારેક બ્રહ્માંડના રહસ્યોની ચર્ચા થાય,
ક્યારેક ઈશ્વરની તો ક્યારેક પ્રકૃતિની ચર્ચા થાય,
માનવીનું મન પણ ઊંડા કૂવા જેવું એનો તાગ પામી શકાય નહિ.
