Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

મમતાનો નહીં પાર

મમતાનો નહીં પાર

1 min
398


મને મળ્યા રે મા હેત તારા એવા,

મીઠાં મીઠાં મધના ટુકડા જેવા,

હે મા તારી મમતાનો નહીં પાર !


કડવી દવાના ઘૂંટ ભલે તું પીવડાવે,

તારી લાગણીના સાગરમાં નવડાવે,

હે મા તારી મમતાનો નહીં પાર !


નીંદમાં પોઢાડવા હાલરડાં સંભળાવે,

આંગળી પકડી તું ચાલતા શીખવે,

હે મા તારી મમતાનો નહીં પાર !


યોગ્ય સંસ્કાર થકી ઘડતર કરે,

હેતના હાલરડે માતા તું ઝુલાવે,

હે મા તારી મમતાનો નહીં પાર !


નવ નવ માસ દુઃખડા સહેતી,

નવું સર્જન દેહ થકી કરતી,

હે મા તારી મમતાનો નહીં પાર !


નિ:સ્વાર્થ તારી લાગણી વહેતી

બાળક કાજે દુનિયા ભૂલતી

હે મા તારી મમતાનો નહીં પાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational