STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

મળશે

મળશે

1 min
579

રાખો ધીરજ તો કોઈ રસ્તો મળશે,

હમસફર ત્યાં તો કોઈ હસતો મળશે,


ના બનો નાહિંમત કર્મ કરતા રહો,

વિજય લૈને હાથ ગુલદસ્તો મળશે,


સમસ્યાની સાથે જન્મે સામાધાન,

ઉકેલ અણધાર્યો અમસ્તો મળશે,


અચળ મનોબળને કોણ ડરાવનારું,

એકાદ પુરોગામી ત્યાં વસતો મળશે,


આવનારો સમય છે તમારો યાદ રાખો,

સંકટથી પણ દુન્વયી શિરસ્તો મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational