મળે ના મળે.
મળે ના મળે.
એક નજરે ગમે તે મળે ના મળે.
ભૂલ હો ને ખમે તે મળે ના મળે.
છે જગત શીખવા પાઠશાળા રખે,
દિલ થકી જે નમે તે મળે ના મળે.
સ્વાદ પામી હશે હરખતા ભોજને,
જીવવા જે જમે તે મળે ના મળે.
સાથ આપે સુખો જોઈ જે જગતણાં,
દુઃખમાં પણ અમે તે મળે ના મળે.
દાઝતાં દિલ વળી પીડ પરખતાં,
કોઈ કાજે ભમે તે મળે ના મળે.