STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

મઝધાર છે

મઝધાર છે

1 min
164

સ્નેહનો વરસાદ મુશળધાર છે.

આજ રાજીપોય અપરંપાર છે.


યાદના દીપક જલાવી રાખજે,

ભીતરે ઝળહળ થતો સંસાર છે.


શ્વાસ સાથે વાસ તારો છે હરિ,

એમ બાંધ્યો ત્યાં અપોખો તાર છે.


બંધ હોઠે જાગતા અરમાન પછી,

સ્પર્શ પણ મ્હેકી ઊઠે ગુલઝાર છે.


ઢાંક પિછોડો કરી શું ફાયદો ?

એમની વાતો અહીં દમદાર છે.


પારકાં પોતાનાં જાણી થાય શું ?

આંખની ઓળખ મળી અણસાર છે.


ડૂબતી નૌકા બચાવી લે હવે,

પાટ ખારો ને જીવન મઝધાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance