મજબૂરી
મજબૂરી


રોજી-રોટી માટે વતન છોડી,
ભોગવી એમણે ઘણી હાડમારી છે,
મહામારી કોરોનાએ જાણે,
આપી એમના મોતની સોપારી છે.
સાહેબ, આ લોકો ભૂખ્યા છે,
એમને ભિખારી માનવું છે અવિચારી
મોતની બીકે, વતન તરફ,
એમણે આંધળી દોડ ઉભારી છે.
ગરીબી, બેકારી, બિમારી અને
મજબૂરીની આ મારામારી છે,
ભૂખ્યા પેટનો જઠરાગ્નિ,
પ્રગટે તો હંમેશા ખૂબ ભારી છે.
સાહેબ, આ લોકો ભૂખ્યા છે,
એમને ભિખારી માનવું છે અવિચારી
આ લોકોને સન્માન સાથે સાચવવા,
આપણા સહુની જવાબદારી છે.