મિત્રની દુઆ !
મિત્રની દુઆ !
વારંવાર અનુભવું છું. ઈશ્વરની કૃપા;
પરંતુ, મને સમજાયું કે આ તો છે, મિત્રની દુઆ.
ખૂબ સોહામણાં જીવનમાં દર્દ દેખાતાં નથી;
કારણ, ધારેલા મુકામે ફળી પ્રાર્થના મિત્ર તારી.
હા, મારું વક્તિત્વ શોભે છે, એક સ્મિતથી;
આ સોહામણી તકદીરને, લીંબુ-મરચાં બાંધ્યાં હેતથી.
આયુષ્ય તો સૌ પોતપોતાનું લઈને આવ્યું, ઓ, સાથી;
પણ, મારા પગરવને મળી થનગનતી સફળતા તારી દુઆથી.
સમયનો સંગાથ મળે અને સદ્ ઉપયોગ સારો,
ભલે ઋણ મારું તારી સંગે, તોય આભારી હું પણ તારી.
