STORYMIRROR

shital Pachchigar

Abstract

4  

shital Pachchigar

Abstract

મિત્ર

મિત્ર

1 min
367

જાતને મળવા તમારે એક મિત્રની જરૂર પડે,

અહમ ઓગાળવા તમારે મિત્રની જરૂર પડે,


સાબદા હો કાન કેવળ એટલું પૂરતું નથી,

એ સાદ સાંભળવા તમારે મિત્રની જરૂર પડે,


ગાઢ જંગલમાં બધા સાથે મળી મૂકી જશે,

બહાર નીકળવા તમારે મિત્રની જરૂર પડે,


સાથને સંગાથથી થીજી જવાય છે,

સહેજ ખળભળાટ કરવા મિત્રની જરૂર પડે,


કોઈને ટેકે પ્રભાતે પહોર થૈ ઊગી શકો,

સાંજ થૈ ઢળવા તમને મિત્રની જરૂર પડે,


આસપાસ માનવ મહેરામણે મિત્રો ઘણા મને,

જીવનસાથી થૈ હૈયું હળવું કરવા એક મિત્રની જરૂર પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract