STORYMIRROR

Viha Oza

Romance

5.0  

Viha Oza

Romance

મિસ કરું છું તને..!

મિસ કરું છું તને..!

1 min
818




મિસ કરું છું તને..

હા તને..જ..

કેમ, કેટલું એ જતાવી નહીં શકું..


મિસ કરું છું તને..

સવારનો પહેલો તારો ફોન એ મારો એલાર્મ..


મિસ કરું છું તને..

મિસ્ડકોલ તારો, જયારે તું ફ્રી હોય..


મિસ કરું છું તને..

ઘરથી નીકળતાં જ કહેવાનું સંભાળીને જજો..


મિસ કરું છું તને..

ખૂબ કામની વચ્ચે તારા વિચારોને..


મિસ કરું છું તને..

ઘરે પહોંચીને મેસેજ કરવાનું..


મિસ કરું છું તને..

સ્ક્રીન પર વારંવાર અથડાતાં તારા મેસેજીસને..


મિસ કરું છું તને..

તારા સાથે કરેલી વાતોને..


મિસ કરું છું તને..

તારા અહેસાસને..


મિસ કરું છું તને..

આ રંગભરી દુનિયામાં તારી સાદગી તારી વિનમ્રતાને..


મિસ કરું છું તને..

તને અને તારી મિઠી યાદોને..


મિસ કરું છું તને..

હર એક ધડકને, હર એક શ્વાસે..


મિસ કરું છું તને..

એકલતામાં એક વ્હાલભર્યા અવાજને..


મિસ કરું છું તને..

હા તને..

તું કરતો હશે..કદાચ..એટલું કે પછી એથીય વધારે..

પણ હા બહું જ મિસ કરું છું તને..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance