STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

મહિલાદિને

મહિલાદિને

1 min
237

સન્માન સ્ત્રીઓને આપીએ મહિલા દિને.

એમને કૈં સમજતાં શીખીએ મહિલા દિને.


માતા, ભગિની, પત્ની કે પુત્રીરૂપે વસતી,

એની કદર કરવાનું રાખીએ મહિલા દિને.


સ્ત્રી પર અત્યાચાર વિકૃતિની નિશાની છે,

તંદુરસ્ત દ્રષ્ટિકોણ કેળવીએ મહિલા દિને.


માન આપીને માન મેળવીએ સ્ત્રી પાત્રોને,

એનાં સમર્પણને બિરદાવીએ મહિલા દિને.


પુરુષના જીવન ઘડતરે ફાળો છે અદભુત,

એને જગદંબા રૂપે વિચારીએ મહિલા દિને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational