STORYMIRROR

Deepa rajpara

Classics Fantasy

4  

Deepa rajpara

Classics Fantasy

મેલી વિદ્યા

મેલી વિદ્યા

1 min
336

કોઈ અદ્રશ્ય તિલસ્મી તાકાત વાદળોમાંથી વિખરાઈ,

અગ્રબાહ નગરનાં શાંત મહેલ પર એકદમથી છવાઈ,


દોડી રાજકુમારી જાસ્મીન, મહેલ ઝરોખે આવી ડોકાઈ,

નજર સામે મેઘધનુષી સપ્તરંગી અદ્ભૂત રંગોળી રચાઈ,


મેલી વિદ્યાનો દોર હતો, જરૂરથી નગરી આખી ઠગાઈ,

જાસ્મીન હતી તેજ, તર્રાર, પલમાં જ એને વાત મપાઈ,


મંત્રી જાફરની આંખમાં દેખી'તી જાસ્મીને ભેદી લુચ્ચાઈ,

ઇઆગો પોપટ પાળીતો, એમાં ઠાંસીને ભરી'તી કપટાઈ,


તોખાર રાજકુમારીને છળી ન શકી કુટિલ મેલી સુંદરાઈ,

ભેદી ઇલમનો જાપ્તો રાખવા જાસ્મીન કટિબદ્ધ જણાઈ,


જાફરે સુલતાન થવાં લાખ મેલી વિદ્યાની કરી અજમાઈ,

કામણ-ટુંમણ ટકયું નહિ, બુરાઈ પર ભારે પડી અચ્છાઈ,


'દીપાવલી' તું જાસ્મીન સરીખી, એમાં નહિ કોઈ નવાઈ,

કાળા જાદુગર મળશે ડગલે-પગલે, તું જાતી ન ભોળવાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics