STORYMIRROR

Pratiksha Pandya

Classics

4  

Pratiksha Pandya

Classics

મેહુલિયો વરસ્યો.

મેહુલિયો વરસ્યો.

1 min
328

આજ મોસમનો પહેલો મેહુલિયો વરસ્યો,

ને ટીપે ટીપે તરસી ધરાનો શ્વાસ મ્હેંકયો.


સૂતાં છે તડકા વાદળ ઓઢીને વીજ ચમકે,

નેવાએ સરતાં જલબુંદોએ નાદ નભે ગૂંજ્યો.


ખેડૂ આશ લ્હેરે, નભ આંખે પાકોના ઢગ ખડકે,

કલરવ પંખીના પલળી, વર્ષાએ શેઢાને ચૂમ્યો.


મેહુલિયા ધારે ધારે નેણો નવોઢાનાં શરમાયે,

પ્રેમનાં લીંપણ આંગણ મ્હીં, ઓરડે એ દીપ્યો.


ભીતર ભમતાં હરખે ખૂંદી, આભ નેસડા રૂડાં,

મેહુલિયાએ ભર્યો ભંડાર, ઈશ કૃપાએ ખીલ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics