મદદ- હૂંફ
મદદ- હૂંફ
લાકડી ટેકે,
ઊભા થયા એ વૃદ્ધ,
વિજય સ્મિત.
આજુબાજુ માં,
બીજા પણ વડીલો,
મીટીંગ પુરી.
ધીમા ડગલે,
એ વૃદ્ધ પત્ની સંગ,
પહોંચે ઘર.
કરે મદદ,
સાથે રસોઈ કામ,
જમે ભોજન.
રાત્રિ ના વેળા,
ભજન ને સત્સંગ,
સ્મરે હરિ ને.
પ્રતિદિન આ,
જીવનમાં રૂટીન,
રામ ભરોસે.
