STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

મૌનનો મહિમા

મૌનનો મહિમા

1 min
438

ફાયદા ફાયદા છે ઘણાં મૌનનાં,

તોય કાં છે બધાં બોલની દોડમાં ?


બોલ તો છે હિરા-મોતી સાચાં સમાં,

મૌન તો છે હિરા કોહિનૂર સમાં,


મૌનથી તો ઘણાં વિશ્વને જીતતાં,

બોલથી તો ઘણાયે ઘરે હારતાં,


દુર્દશાઓ ઘણાની કરે બોલતાં,

દુર્દશાઓ ઘણાં મૌનથી ટાળતાં,


એમ તો બોલનાં ફાયદાઓ ઘણાં,

યોગ્ય ટાણે જ લોકો ઇ જો બોલતાં,


મૌન છે શસ્ત્ર એ વાતને જાણતાં,

રે ઘણાં 'અર્જુનો' યુદ્ધને જીતતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational