માવો
માવો


નામ તો લોભામણું
કામ છે અળખામણું,
તમાકુ ચૂનો ભર્યો
બિચારો ખાધે મર્યો,
હોઠ ગલોફે ચાવો
તો ય નામ માવો?
જશોદાનો માવો
ગોપી માટે કાવો,
દૂધ અમૃત માવો,
ભાવે એટલો ખાવો,
કાજુ બદામ માવો,
વાડી ખેતર વાવો,
કાગળનો માવો,
હોય કાંઈક આવો,
આકારમાં ઢીલો,
પાણીથી ગિલો,
માવો છે દ્રવ્ય દળ,
મીંજ, મર્મ અકળ,
પાન દુકાને માવો,
કરી નાખે બાવો,
નામ તો લોભામણું
કામ એનું વામણું.