STORYMIRROR

Kiran Goradia

Abstract

2  

Kiran Goradia

Abstract

માવડી

માવડી

1 min
2.9K


માવડીના પ્રેમનો જોખ તો જડતો નથી...
અહીંની દુનિયામાં એવું ત્રાજવું જડતું નથી
માવડી તારા દુધની ધાર
અમૃત રેલાવનારી પાવનકારી
 
માવડી તારી છત્રછાયામાં અને તારી ગોદમાં
હલકા અમે તો મા પારેવાની પાંખ જેવા
માવડી તારા મેલાઘેલા સાડલાની કોર
મારા મનગમતા હુંફની ફોર
 
માવડી તું તો અંબા જગદંબા
મારી આશા પુરે ચારેકોર
માવડી તારા આંખે અમીને હાથે ખમી..
મારી આંખો નમી મા આંખો નમી
 
માવડી અમે તો છીએ આભના વાદળ...
તમે તો મહાસાગરના છીપના મોતી
માવડી તું શબ્દ નથી છંદ નથી
અછાંદસ છે મા તુ તો અછાંદસ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract