વિરહની વેદના
વિરહની વેદના
1 min
13.9K
બારે મેઘ, ખાંગા થયા,
તોય, તું, ન, આવ્યો…
તારી વાટમાં ને વાટમાં,
મારી આંખો, તરસે...
ગઈ વરસાદી, મોસમના,
દીધા કોલ, તું ભુલી ગયો...
ગગો મારો, અને, તારો...
ત્રણ મહીના, નો, થઈ ગયો,
આ વરસાદી, મોસમમાં…
યાદ તારી સતાવે...
આ નીશાની, આપણી...
હવે, ચિંતા, બહુ કરાવે...
આ વરસાદી, મોસમમા,
વાદળ, બહુ, ગરજે,
ગગો, તારો... મારી છાતી એ,
વળગીને બહુ બરકે...
આ વરસાદી, મોસમમાં...
મેઘ ધનુષ રચાય...
પાછા, તારા, આવવાના...
એંધાણ, મને દેખાય
આ વરસાદી મોસમમાં...
આપનું, આગમન... આવવું...
જાણે લીલીછમ, ધરતી, ઉપર,
સપનાઓનું, વરસવું...
આ વરસાદી મોસમમાં...
