STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

માતૃત્વ

માતૃત્વ

1 min
10

નવ નવ માસ કષ્ટ અતિશય વેઠ્યાં

ભૂખના દુઃખ ને ઉલ્ટીના ઝરણાં વહ્યાંં,

ત્યારે માતૃત્વના ઝરણાં મીઠાં રે વહ્યાં,


પ્રસવ તણી પીડામાં કલાકો વીતાવ્યા

મોતના મુખમાં જઈને પરત ફર્યા

ત્યારે માતૃત્વના ઝરણાં મીઠાં રે વહ્યાં,


નિંદર ત્યજી રાત દિન પળ પળ ગણ્યા

ઈશ્વરનાં રટણ મનમાં સતત રહ્યા

ત્યારે માતૃત્વના ઝરણાં મીઠાં રે વહ્યાં,


ઇંજેક્શન ને દવાથી મુખ કડવા કીધા

કર્યા ખૂબ ઈંતજાર તમ મુખ દર્શન દીધા,

ત્યારે માતૃત્વના ઝરણાં મીઠાં રે વહ્યાં,


ભીનામાં સૂઈને પોતે તમને કોરે સુવાડયા

કડવા ઘૂંટ પીને તુજે દૂધડા મીઠાં મળ્યા

ત્યારે માતૃત્વના ઝરણાં મીઠાં રે વહ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational