જવાબદારી આપણી
જવાબદારી આપણી
દેશની આઝાદીને જાળવવાની જવાબદારી છે આપણી.
દેશની આઝાદી હવે રક્ષવાની જવાબદારી છે આપણી.
આપીને કુરબાની સ્વતંત્રતાના વીરોએ ફરજ બજાવી,
એની શહાદતને સમજવાની જવાબદારી છે આપણી.
ગુલામી માનસને હજુએ ક્યાં સુધી સાચવી રાખશો?
" હા જી " ને ડર બીકને છોડવાની જવાબદારી છે આપણી.
બદલવાની છે માનસિકતા આપણે આપણી પુરાણી,
સ્વતંત્ર ભારતના નાગરિક થવાની જવાબદારી છે આપણી.
મિષ્ટફળ આઝાદીના ચાખવાં આપણા હાથની વાત છે,
જંજીરો ગુલામીની તોડવાની જવાબદારી છે આપણી.
