STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational

માતૃભાષા ગુજરાતી

માતૃભાષા ગુજરાતી

1 min
199

માતૃભાષા ગુજરાતી છે ગુર્જર ધરા અમારી

સ્વર્ગથી સુંદર એતો એની શોભા ન્યારી

જય જય જય ગરવી ગુજરાત

             ધન્ય ધન્ય આ ગુજરાત


ગુર્જર ગૌરવ પિતા અમારુ ને છપ્પનની છાતી

આ ધરાના વીરોની મા, ગીત શોર્યના ગાતી

મરજો મારજો ઓ બેટા સેંકડો દુશ્મનો મારી

             ધન્ય ધન્ય આ ગુજરાત


ગરવી આ ગુજરાત ધરાના મીઠા ગળાના રાગ

મીરાબાઈ નરસૈયો ને અમર છે બાપુ કાગ

મોંઘામુલા મેઘાણીની કવિતા સૌને છે પ્યારી

              ધન્ય ધન્ય આ ગુજરાત


બાપુની આ જન્મભૂમિની શું રે કરવી વાત

સંત સતી ને શૂરવીરોની છે ગરવી ગુજરાત

રણભૂમિ આ રણવીરોની જેમણે ખાધી રે કટારી

            ધન્ય ધન્ય આ ગુજરાત


શગાળશા ને ચંગાવતીએ ચેલૈયા ને ખાડ્યો

કચ્છ ધરાના જેસલ તોરલે જગન અનોખો માડ્યો

પતિનું શીશ લઈ ખોળામાં ચિતાએ ચડતી જ્યાં નારી

            ધન્ય ધન્ય આ ગુજરાત


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational