STORYMIRROR

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

માતૃભાષા ગુજરાતી અણમોલ

માતૃભાષા ગુજરાતી અણમોલ

1 min
27.9K


એબીસીડી છોડને ભઈલા કખગઘ - બોલ 

અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરાતી અણમોલ

કે ભઈલા ગુજરાતી અણમોલ

સ્પેરો કહીને સ્માર્ટ બનતો, ચકલી તું ન બોલે

કબૂતરોની બોલી તારી સ્વર પેટી ન ખોલે 

અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરાતી અણમોલ

કે ભઈલા ગુજરાતી અણમોલ

કાકી - મામી - માસી માટે એક શબ્દ છે આંટી 

ગુજરતીમા એ શબ્દોની બનતી દીવાદાંડી 

મળે નહી કઇં આના જોટા, ગુજરાતી અણમોલ

કે ભઈલા ગુજરાતી અણમોલ

ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરતીમાં જીવો 

ગુજરાતી અક્ષરની પ્યાલી ઘુંટ ઘુંટમાં પીવો

વેદવ્યાસની વાણી મોટા ગુજરાતી અણમોલ

કે ભઈલા ગુજરાતી અણમોલ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational