માતાજીની સ્તુતિ
માતાજીની સ્તુતિ


વલ્લભ અને ધોળા ભટ્ટ એવા બે જોડિયા બાળ રે,
ગુરુના બીજ મંત્રના સથવારે દર્શન પામ્યા બહુચર માતના રે,
બહુચર કૃપાથી ભટ્ટજી એ રચ્યો આનંદનો ગરબો જી રે,
ચૈત્ર માસની પાવન નવલી નવરાત્ર માતાની રે,
પાવન પર્વ પર સ્તુતિ કરે જે ભક્તજન રે, નિત્યપાઠનું ફળ મળે, કલ્પતરુ સમાન રે,
જગની વિકટ પરિસ્થિતિમાં વંદન કરું માત તને રે,
જગ પર અણધારી આવી પડેલ આફતને તું ટાળ રે,
સર્વ બાલુડાનાં દુઃખ ને દૂર કરનારી તું માત રે,
માં બહુચર તને સ્મરણ કરું આ વિકટ પળ રે,
બે હાથ જોડી નમન કરું બાળ સ્વરૂપે તને રે, સર્વ નું કલ્યાણ કર જગત જનની બહુચર માત રે..