માતા
માતા
નીજ તણાં સંતાન માટે કષ્ટ વેઠતી,
પાળીપોષી અને તેનીકાળજીરાખતી,
સારા સંસ્કારો નું તેમા સિંચન કરતી,
માતા વ્હાલ કરતા કદી નહીં ધરાતી.
પોતાનું તો સર્વસ્વ તેમાં હોમી નાખશે,
પણ નહી કોઈ આશ મનમાં લાવશે,
બાળના ભલાનું ખ્યાલ સદા રાખશે,
સમય પડે ઢાલ બની ઉભી રહેશે.
કદાચ સમય પ્રભુ પાસે ઓછો હશે,
માટે તેમણે રૂપ માતાનું ધર્યું હશે.
નીજ તણાં સંતાન માટે કષ્ટ વેઠતી,
પાળીપોષી અને તેનીકાળજીરાખતી.
