STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મારો પ્રવાસ.

મારો પ્રવાસ.

1 min
28.1K


રહ્યો મારો પ્રવાસ શબ્દોથી અર્થ સુધી.

રહ્યો મારો પ્રવાસ અર્થથી સમર્થ સુધી.


સ્વકેન્દ્રી વિચારોમાં વીતાવી જિંદગાની,

રહ્યો મારો પ્રવાસ સ્વાર્થથી પરમાર્થ સુધી.


સતાવતા રહ્યા સવાલો આજતક ઘણા,

રહ્યો મારો પ્રવાસ પ્રશ્નાર્થથી વિધ્યર્થ સુધી.


ભપક ભાષાની ભલભલાને ભરમાવતી,

રહ્યો મારો પ્રવાસ ચરિત્રથી ચરિતાર્થ સુધી.


નથી સમજાતું સત્ય કેવળ શબ્દો થકી,

રહ્યો મારો પ્રવાસ કર્મથી ફલિતાર્થ સુધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational