STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

મારી યાચના

મારી યાચના

1 min
365

માણસની રીતે જીવી શકું એટલું દેજે પ્રભુ મને,

ક્યાંય માનવતા કદી ન ચૂકું એટલું દેજે પ્રભુ મને,


દેવ બનીને નથી પૂજાવાના અભરખા મારા અંતરે,

માનવતાના કામ હું કરી છૂટું એટલું દેજે પ્રભુ મને,


ના કોઈને નડું કે ના કોઈને કનડું મારા આચારથી,

અનીતિને મારગ પગ ના મૂકૂં એટલું દેજે પ્રભુ મને,


છોને સિતમ ગુજારે દુનિયા હસતા મોંએ હું સહું,

ના વેર કે બદલાનું કદીએ ચહું એટલું દેજે પ્રભુ મને,


ઝૂકે આ શીશ તવ ચરણે હે કૃપાનિધિ કેશવ પ્રભુ,

ના કદી જાલિમો સન્મુખ ઝૂકું એટલું દેજે પ્રભુ મને,


ક્ષમાયાચના કરી લઉં, જગતનાં જે ગુનાઓ કીધા,

પરહિતના પંથમાં કદી ન અટકું એટલું દેજે પ્રભુ મને.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational