મારી વ્હાલી મા
મારી વ્હાલી મા
સૌથી મોટી યુનિવર્સિટી ને શાળા છે મા,
જેનો સાદ સાંભળીને થયાં મોટાં એ મા,
નાની નાની વાતોની કાળજી લેતી એ મા,
સુખ દુઃખમાં સદાય સાથ રહેતી મારી મા,
રડતાં જ્યારે બાળપણમાં હસાવતી મા,
વગર બોલે આપણને સમજી જતી મા,
નિરાશામાં આપણી સાત્વનાં દેતી એ મા,
પ્રોત્સાહનભર્યા વેણથી ઊર્જા ભરતી મા,
હોય ભલે દૂર પણ સદાય હૃદયની પાસ મારી વ્હાલી મા,
પ્રાર્થના ઈશને સદા હસતી તંદુરસ્ત રહે મારી માં.
