મારી વ્હાલી દીકરી
મારી વ્હાલી દીકરી
માનતા કરીને માંગવા પડે દીકરા,
દેવની દીધેલ એ તો મારી દીકરી,
મારા આંગણાનો તુલસી ક્યારો,
નથી તું તો સાપનો ભારો,
તું તો મારી ખુશીનો પારો,
તું તો મારી વ્હાલી દીકરી,
તારાથી રોશન મારી આખી ય દુનિયા,
તારા વિના સૂના મારા ઘરના દરેક કોના,
તું તો મારી મહામૂલી દીકરી,
તું મારી ઢીંગલી ને તું જ મારી જિંદગી
તું તો મારી લાડકવાયી દીકરી.
કદી ન કરું દૂર પણ..
આજ તો છે દસ્તુર,
કાળજાનો કટકો મારો પણ તોય સોંપું તને અજાણ્યા હાથ સાચવજો
એને વેવાઈ એ તો મારા પાંપણની પરછાઈ
છપ્પનની છાતીવાળાની એ તો મૂકાવે પોક,
દીકરી કહે છે એને સૌ લોક.
