હોળી
હોળી
હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા, જનમ્યો જેને ઘેર વિષ્ણુ ભક્ત પ્રહલાદ,
કરે કેટકેટલી શિક્ષા અને દંડ
તોય ન છોડે એ તો ભગવાનનું નામ,
અસુર બાપ બન્યો હેવાન
એ તો થયો પુત્ર મારવા તૈયાર,
જેને મળ્યું વરદાન અનોખું એ તો અસુર બહેન હોલિકા
બાળી ન શકે એને અગ્નિ,
ઓઢી આગ પછેડી
બળી ગઈ હોલિકા
જીવી ગયો પ્રહલાદ,
ભગવાન ભક્તની થાય છે જીત
પ્રહલાદ તારી યાદમાં દુનિયા આજે ય ઉજવે છે હોળી.
