પ્રેમછોડ
પ્રેમછોડ
વાવ્યો મેં તો લાગણી ભર્યો કોડ,
ઊગી નીકળ્યો પ્રેમ છોડ
ઊગી ડાળને ઉગ્યા એના ફૂલ,
બાંધુ હું તો પ્રશંસાના પૂલ.
રોજ આવે છે કોયલ રાણી,
કરતી વાત નિરાળી
ચકો -ચકી આવતા,
મીઠડાં પ્રેમગીત ગાતા,
ન આવે કોઈ જ પ્રેમ ઋતુ આ પક્ષીને,
આ વૃક્ષ બન્યું છે એની સાક્ષી.
હસતું,રમતું ને ગાત પ્રેમગીત,
શીખવે આમ જ જીવનની સાચી રીત.

