STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારી પહેલી કવિતા

મારી પહેલી કવિતા

1 min
198

મારું માનસિક સંતાન છે,

મારી પહેલી કવિતા,

શબ્દદેહ ધરી અવતરી,

મારી પહેલી કવિતા,


મારા વિચારોનું દર્પણ,

મારી પહેલી કવિતા,

મારા દિલ અને દિમાગનું સહિયારું સંયોજન છે,

મારી પહેલી કવિતા,


કુદરતની અણમોલ ભેટ છે,

મારી પહેલી કવિતા,

મારી સૂતેલી ઈચ્છાઓ જાગૃત થઈ અને બની આ,

મારી પહેલી કવિતા,


ધરતી એ કર્યું અંબરને પ્યારભર્યું ચુંબન,

આ ધરતી શરમાઈ લાલચોળ બની ગઈ,

અને મારાથી રચાઈ ગઈ,

મારી પહેલી કવિતા,


મારા હૈયાને ખૂણે સાચવી રાખી હતી એક લાગણી,

આ લાગણીએ આંદોલન કર્યું શબ્દદેહ પામવા,

અને ત્યારે રચાઈ,

મારી પહેલી કવિતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational